નવસારી ખાતે ક્ષત્રીય મહારાણા પ્રતાપ રાજપૂત સમાજ દ્વારા હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેવાડની શાન કહેવાતા મહારાણા પ્રતાપે શક્તિશાલી અકબરને યુદ્ધમાં હરાવીને અન્ય રાજપૂત રાજાઓ માટે ગૌરવ અને સ્વતંત્રતા માટે કેવી રીતે લડી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વીર શિરોમણિ મહારાણા પ્રતાપ સિંહજીની ૪૮૨મી જન્મજયંતી નિમિત્તે નવસારીના વિજલપોરથી વિઠ્ઠલ મંદિર સુધી દેશભક્તિનાં ગીતો સાથે ક્ષત્રીય મહારાણા પ્રતાપ રાજપૂત સમાજ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જાડાયા હતાં.