
ગુજરાત સ્ટેટ ફુડ ઍન્ડ વેજીટેબલ ફેડરેશન અને જિલ્લા ખરીદ વેચાણ સંઘમાંથી રમણ જાનીઍ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપતા ચર્ચાનું વિષય બન્યું છે. રમણ જાની સુરત ઍપીઍમસી માર્કેટમાં ૨૫ વર્ષથી ચેરમેન અને ૩૫ વર્ષથી ડિરેક્ટર રહ્નાં છે.
રમણ જાનીઍ અચાનક જ રાજીનામું ધરી દેતા ભાજપ અને સહકારી ક્ષેત્રે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં રમણ જાનીઍ જણાવ્યું હતું કે, સક્રિય રીતે સમય ન આપી શકતો હોવાને કારણે રાજીનામું આપ્યું છે.