
મહારાષ્ટ્રથી સુરત આવેલા શિવસેનાના ૩૦થી વધુ ધારાસભ્યોમાંથી ઍક ધારાસભ્યની તબિયત લથડી હતી. નીતિન દેશમુખ બાળાપૂર(અકોલા)ની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.સવારે ચાર વાગ્યે સિવિલ લવાયા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નિતીન દેશમુખને અહીંયા લાવવા બદલ ઍકનાથ શિંદે સાથે ઉગ્ર બોલ ચાલ થઈ હતી. તેઓ હોટલની બહાર આવવા ઈચ્છતા હતા. પરંતુ પોલીસે તેમને રોક્યા બાદ નિતીન દેશમુખે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ સાથે પણ માથાકૂટ કરી હતી. ત્યારબાદ તેઓ હોટલમાં બહાર આવીને બેસી ગયા હતા. પણ કોઈ વાહન ન હોવાને કારણે તેઓ ત્યાં ૧૫ મિનિટ સુધી બેસી રહ્ના હતા. ત્યારબાદ તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું કહેવામાં આવી રહ્નાં છે.