
પાલનપુર કેનાલ રોડ પર આવેલી રેડિયેન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ઍક સિક્યોરિટી ગાર્ડે વાલીને માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. સિક્યોરિટી ગાર્ડની આ હરકતના પગલે સ્કૂલના સંચાલકોઍ કોઈપણ જાતની દરકાર ન લેતા વાલીઓમાં રોષ જાવા મળી રહ્ના છે. જાકે, સમગ્ર મામલો રાંદેર પોલીસમાં પહોચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર કેનાલ રોડ પર રેડિયેન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે. નિત્યક્રમ મુજબ બાળકોને મૂકવા અને લેવા માટે મોટાભાગના વાલીઓ સ્કૂલો આવતા જતા હોય છે. પરિણામે કેનાલને અડીને આવેલી આ સ્કૂલનાં બાળકો છુટે ત્યારે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે. જેના કારણે સ્કૂલનાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા ટ્રાફિક હળવો થાય તે માટે અવારનવાર વાલીઓને સૂચના આપવામાં આવે છે. રેડિયેન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં બાળકોના છૂટવાનો અને આવવાનો સમયે રોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. પરંતુ સોમવારે સવારે રેડિયન્ટ સ્કૂલના વાલી પરેશભાઈ ભગુભાઈ પટેલ પોતાની બાળકીને શાળામાં મૂકવા માટે આવ્યા હતાં, ત્યારે ત્યાં ઉભેલા ઍક સરદારજી સિક્યોરિટી ગાર્ડે પરેશભાઈને થોડું ખસવાનું કહ્નાં હતું. ત્યારે પરેશભાઈઍ હાં હું નીકળું જ છું, તેમ કહેતા સિક્યોરિટી ગાર્ડ સહિત અન્ય ગાર્ડોઍ પરેશભાઈને ઘેરી લઈ ધક્કામુક્કી કરી હતી. ત્યારબાદ સરદારજી સિક્યોરિટી ગાર્ડે હાથમાં પહેરેલ કડુ પરેશભાઈના માથામાં ત્રણથી ચાર વાર મારી લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. જેથી આજુબાજુનાં અન્ય વાલીઓ દોડી આવ્યા હતાં, પરંતુ સીસીટીવી કેમેરામાં ઘટનાને જાયા બાદ પણ શાળાનાં સંચાલકો કે આચાર્યોમાંથી કોઈપણ બહાર ન આવતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યા હતો. વાલીઓઍ ૧૦૮ ઍમ્બ્યુલન્સને બોલાવી તત્કાલ ઇજાગ્રસ્ત વાલીને સારવાર કરાવી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ સંદર્ભે રાંદેર પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવી હતી. હાલ સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.