
સ્વચ્છ સુરત, સુંદર સુરતની વાત માત્ર સુરત મહાનગરપાલિકાના ચોપડે જ સારી લાગી રહી છે. પોશ વિસ્તારોમાં સાફસફાઈને બાદ કરતા છેવાડાના વિસ્તારો અને શ્રમ વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય ઠેર-ઠેર જાવા મળી રહ્નાં છે. ખાસ કરીને નવાગામ-ડિંડોલીને જાડતા ફ્લાય ઓવર બ્રિજ નીચે ગંદકીનું સામ્રાજ્ય જાવા મળી રહ્નાં છે.
આ ગંદકીને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અવારનવાર રજુઆત કરાતા મહાનગરપાલિકા દ્વારા નામ પૂરતી સાફસફાઈ કરી દેવામાં આવે છે. હાલ ચોમાસાને લઈ બ્રિજ નીચે ગંદકીમાં વધારો જાવા મળી રહ્ના છે. આ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત જણાઈ રહી છે. આ ગંદકીની સમસ્યા દૂર થાય અને કાયમી સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્નાં છે.