હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં વરસાદી ઝાપટા પડી રહ્નાં છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હળવા અને ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી વધીને ૩૨૪.૮૩ ફૂટ પર પહોચી ગઈ છે. ઉકાઈમાં હજુ પણ ૪૮ હજાર ૪૭૫ ક્યુસેકની આવક ચાલું છે. જ્યારે વિયરકમ કોઝવેની સપાટી પણ વધીને ૭.૧૯ મીટર પર પહોચી ગઈ છે. કોઝવેમાંથી ૬૮ હજાર ૭૨૮ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે. જેના કારણે તાપી નદી બે કાંઠે જાવા મળી રહી છે.
ઉકાઈના ઉપરવાસમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્ના છે. જેના કારણે ઉકાઈના ઉપરવાસમાં આવેલા ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે. ખાસ કરીને ઉકાઈને અડીને આવેલા હથનૂર ડેમમાંથી ૨૦ હજાર ૨૦૦ ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં છોડવામાં આવ્યું છે. હાલ હથનૂર ડેમની સપાટી ૨૦૮.૭૮ મીટર પર પહોચી છે, જેના કારણે ઉકાઈ ડેમમાં હથનૂર અને અન્ય ડેમોમાંથી તથા વરસાદને પગલે ડેમમાં ૪૮ હજાર ૫૭૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે માત્ર ૮૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્નાં છે. હાલ ઉકાઈ ડેમની સપાટી વધીને ૩૨૪.૮૩ ફુટ પર પહોîચી જવા પામી છે. આ ઉપરાંત કાંકરાપાર ડેમ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યું છે. કાંકરાપાર ડેમમાંથી ૮ હજાર ૧૦૦ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. હાલ કાંકરાપાર ડેમની સપાટી ૧૬૧.૨૦ ફુટ પર પહોચી છે. આમ વિયર કોઝવેમાં ભારે માત્રામાં પાણી આવવાના કારણે કોઝવેની સપાટીમાં વધારો જાવા મળી રહ્ના છે. કોઝવેની સપાટી વધીને ૭.૧૯ મીટર પર પહોચી જવા પામી છે. કોઝવેમાંથી ૬૮ હજાર ૭૨૮ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્નાં છે. જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે. હજુ પણ બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી કોઝવે અને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોધાશે.