
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી અંગે આજે સોમવારે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ડોનર સીટ ઉપરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, નાટ્યાત્મક રીતે જિજ્ઞેશ પાટીલે ચૂંટણી લડવાની ના પાડી દેતા સોંપો પડી ગયો હતો.
ઍબીવીપી દ્વારા ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી હતી. જિજ્ઞેશ પાટીલનું નામ ઉમેદવારોમાં આવતાની સાથે જ શહેરભરમાં ખૂબ ચર્ચા શરૂ થઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો પુત્ર જ્યારે ચૂંટણીમાં ઉતરતો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો, પરંતુ આ જાહેરાત બાદ ડો. મહેન્દ્ર ચૌહાણે પત્રકાર પરિષદ યોજી જીગ્ïનેશ પાટીલ અન્ય સંસ્થાઅોમાં સક્રિય હોયï, તેઅો સમય આપી શકે તેમ ન હોવાથી તેમણે ચૂંટણી લડવાïનો ઇનકાર કર્યો હોવાનું જણાવ્યું હતું.