ઓરિસ્સાથી આવતી પુરી ઍક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે બાતમીના આધારે રૂ. ૨ લાખથી વધુની કિંમતનો ૨૦ કિલો ગાંજા ઝડપી પાડ્યો હતો. બાથરૂમ પાસેથી બિનવારસી હાલતમાં ત્રણ પોટલા પોલીસને મળી આવ્યા હતાં.
રેલવે પોલીસને બાતમી મળી હતી કે, ઓરિસ્સાથી આવતી પુરી ઍક્સપ્રેસ ટ્રેનમાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો સુરત આવી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે પુરી ઍક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશને આવતા તેમાં સઘન ચેકિંગ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને ટ્રેનનાં ઍક ડબ્બાના બાથરૂમ પાસેથી બિનવારસી હાલતમાં ત્રણ થેલા મળી આવ્યા હતાં. પોલીસે તપાસ કરતાં તેમાંથી રૂ. ૨ લાખથી વધુની કિંમતનો ૨૦ કિલો ૨૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જાકે, ગાંજાનો જથ્થો કોણ લઈને આવ્યો, તે હજી સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે આ જથ્થો લાવનાર આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.