
લિંબાયત મઝદા પાર્ક સોસાયટી પાસે ચોરીના પૈસા બાબતે બે ચોરો વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં ઍકે બીજાને ઢીક મુક્કીનો મારમારતા તેનું મોત નિપજ્યુ હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે.
લિંબાયત પ્રતાપ નગર સ્થિત લાલ બિલ્ડીંગમાં રહેતો ૨૩ વર્ષીય નિઝામુદ્દીન અમીનુદ્દીન શેખ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો નાનો ભાઇ અલીમુદ્દીન ચોરીના રવાડે ચઢી ગયો હતો. તા.૨૩મી ઓકટોબરના રોજ અલીમુદ્દીન અને તેનો મિત્ર યુનુસ કાલુ રોજીંદા ક્રમ મુજબ રાત્રિના સમયે સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી મુસાફરોના ખિસ્સામાંથી પૈસા ચોરી કર્યા હતા. ત્યારબાદ આ પૈસાની ભાગ બટાઇમાં બંને વચ્ચે માથાકુટ થઇ હતી. લિંબાયત મઝદા પાર્ક સોસાયટીના ગેસ પાસે બંને ચોરો પૈસા બાબતે હાથાપાઇ પર ઉતરી આવ્યા હતા. જેમાં યુનુસ કાલુઍ અલીમુદ્દીનને ઢીક મુક્કી અને પગથી લાતો મારી ગંભીર ઇજા પહોîચાડી ભાગી છુટ્યો હતો. ત્યારબાદ અલીમુદ્દીનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ બનાવ સંદર્ભે નિઝામુદ્દીને લિંબાયત પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.