
કોગ્રેસના નેતા તુષાર ચૌધરીઍ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ટીકીટ માંગી હતી. પરંતુ કોગ્રેસ ટીકીટ આપશે તો મજુરા વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમજ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત તદ્દન ખોટી હોવાનું તુષાર ચૌધરીઍ જણાવ્યુ હતુ.
સુરતમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીઍ કહ્નાં હતું કે, જો કોંગ્રેસ ટિકિટ આપશે તો લડીશ. તુષાર ચૌધરીઍ ટિકિટને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્નાં કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં મે ટિકિટની માગ કરી નથી પરંતું જો મને કોંગ્રેસ ટિકિટ આપશે તો હું મજૂરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીશ. સાથે સાથે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે પણ તુષાર ચૌધરીઍ સ્પષ્ટતા કરી અને કહ્નાં કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની વાત તદ્દન ખોટી છે.આ વખતે મે કોઈપણ જગ્યાઍથી ટિકિટની દાવેદારી નોંધાવી નથી. તેમણે કહ્ના વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છુ, પાર્ટી આદેશ કરશે તો મજૂરા વિધાનસભા પરથી લડશે.