ઉધના મેઇન રોડના ગુરૂનગર પાસે મઢીની ખમણી નજીક આવેલા ઍક મકાનમાં પ્લમ્બરીંગનું કામ કરતી વખતે યુવકનું પડી જતાં ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.
ઉધના ગુરૂનગર પાસેના ઍક ઍપાર્ટમેન્ટમાં પહેલાં માળે ઍક યુવક ગેલેરીમાં રહીને પાઇપ ફીટીંગનું કામ કરી રહ્ના હતો. તે વખતે શરીરનું સંતુલન ગુમાવતા તે નીચે પટકાતા તેને માથામાં થયેલ ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.