
ગુજરાત વિધાનસભાની યોજાનાર ચુંટણીમાં શિક્ષીત યુવાનો બેરોજગારી અને ખાનગી યુનિવર્સીટી સહિતના મુદ્દે ખુબ જ સંવેદનશીલ હોય તેવું જણાઇ આવે છે. SURAT ચેનલ દ્વારા ચુંટણીમાં યુવાનોના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેમાં સુરતના યુવાનોઍ લાખો રૂપિયા ખર્ચીને શિક્ષણ મેળવ્યા બાદ નોકરી મળતી નથી તે બાબતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે સરકારી તેમજ અર્ધ સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં શરૂ કરવામાં આવેલ કોન્ટ્રાકટ સિસ્ટમથી કર્મચારીઓનું માત્ર શોષણ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ. જયારે યુવાનોઍ સરકાર દ્વારા આડેધડ ખાનગી યુનિવર્સીટીને આપવામાં આવેલ મંજુરી સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતુ કે ખાનગી યુનિવર્સીટીના કારણે શિક્ષણનું સ્તર નીચું જઇ રહ્ના છે. તે બાબતે ચિંતા વ્યક્ત કરીને આગામી સરકાર રોજગારી તેમજ પેપર ફુટવાના મુદ્દે નક્કર કાર્યવાહી કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી.