
ઉધના પોલીસ મથકમાં નોîધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતા ભાગતા બે ભાઇઓને સુરત ક્રાઇમ બ્રાંચે વેસુ સિદ્ધી વિનાયક મંદીર પાસેથી ઝડપી પાડી પાંજરે પુર્યા છે.
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ભાગતા આરોપીઓને પકડવા માટે વર્ક આઉટ કરી તેમને શોધી રહી છે. તે દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે ૨૦૨૧માં ઉધના પોલીસ મથકમાં નોîધાયેલા છેતરપીંડીના ગુનામાં નાસતા ભાગતા બે આરોપીઓ વેસુ સિદ્ધી વિનાયક મંદીર પાસે ફરી રહ્ના છે. આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી વેસુ વી.આઇ.પી. રોડ શ્યામ પેલેસમાં રહેતા કેતન અરવિંદ પટેલ અને અમિત અરવિંદ પટેલ નામના બે ભાઇઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પુછપરછ કરતા બંને ભાઇઓઍ ૨૦૧૧માં ગ્રીન હેવન ઇન્ડીયા ડેવલોપર નામથી ભાગીદારી પેઢી બનાવી ઉધના મેઇન રોડ દીપરેખા કોમ્પલેક્ષમાં ઓફીસ ખોલી હતી. ત્યારબાદ અંકલેશ્વર , સિસોદ્રા અને અટાદરા ગામની સીમમાં આવેલ જમીનોમાં ખુલ્લા પ્લોટોનું આયોજન કરી ટાઇટલ ક્લીયર ન હોવા છતાં ટાઇટલ ક્લીયર હોવાનું જણાવી પ્લોટોનું વેચાણ કરી જાહેરાત રૂપે પેમ્પલેટો છપાવી લોકોને પૈસા રોકાણ કરવા માટે આકર્ષયા હતા. આમ પ્લોટોનું બુકીંગ કરાવ્યા બાદ માસિક હપ્તા પેટે નાણાં સ્વીકારવાની સુવિધા પણ આપવામાં આવી હતી. આમ આ બંને ભાઇઓઍ બુકીંગ કરાવનાર લોકો પાસેથી પૈસા લઇ બદલામાં રસીદો આપી તેમને કબ્જા આપ્યો ન હતો. આમ બંને જણાંઍ ઓફીસ બંધ કરી ભાગી જતાં ઉધના પોલીસ મથકમાં ફરીયાદ નોîધાઇ હતી.