
ભેસ્તાન આવાસ બ્રિજ પાસેથી ડીસીબીઍ બાતમીના આધારે ઓટો રીક્ષામાં મુસાફરોને બેસાડી તેમના મોબાઇલ,પાકિટ વગેરે ચોરી કરતી ટોળકીને રીક્ષા સાથે પકડી પાડી હતી.ડીસીબીઍ પુણા પોલીસનો ગુનો ઉકેલી કાઢી રૂ.૫૧,૦૦૦ની મતા કબજે કરી હતી.
ડીસીબીને બાતમી મળી હતી કે ભેસ્તાન આવાસ બ્રિજ પાસે જીજે-૫-બીટી-૨૮૭૨ નંબરની રીક્ષામાં ચોરી ટોળકી પોતાનો શિકાર શોધી રહી છે. જેથી ડીસીબીઍ હકકીતના આધારે વોચ ગોઠવી ઉપરોકત નંબરની રીક્ષા સાથે ચારને ઝડપી પાડયા હતા. પોલીસે ચારેય જણાની પુછપરછ કરતા ભેસ્તાન આવાસમાં રહેતા અઝહર ગની શેખ,આસીફ શબ્બીર શેખ,ફારૂક યુસુફ મીરઝા અને શરીફ ચાંદ શેખ હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે તેઓની પાસેથી રીક્ષા,રોકડા રૂ.૪૫૦૦ અને ૩ મોબાઇલ મળી કુલ રૂ.૫૧,૦૦૦ની મતા કબજે કરી છે. પોલીસેï વધુ પુછતા ચારેય જણાઍ તા.૧૯-૧૧-૨૦૨૨ ના રોજ પુણા પાટીયા પાસે આવેલા સી.ઍન.જી પંપ પાસેથી પુણા સીતાનગરના શગુન ઍવન્યુમાં રહેતા સમીર સંજયભાઇ ચોબેને પોતાની રીક્ષામાં બેસાડયા હતા.ત્યારબાદ આગળ-પાછળ બેસવાનુ કહી તેમના ખિસ્સામાંથી રોકડા રૂ.૪૫૦૦ ચોરી લીધી હતા. ત્યારબાદ રીક્ષામાંથી નીચે ઉતારી ભાગી ગયા હોવાની કબુલાત કરી હતી. આ અંગે પુણા પોલીસ મથકમામ ગુનો નોધાયો હતો. આમ ડીસીબીઍ પુણા પોલીસ મથકનો ગુનો ઉકેલી કાઢયો છે.આ ચારેય જણા અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં પકડાય ચુકયા છે.