ઉધના બીઆરટીઍસ બસ સ્ટેન્ડ પાસેથી રસ્તો ક્રોસ કરી રહેલી ઍક મહિલા સહિત તેના બે પુત્રોને બેફામ દોડી આવેલા આઇશર ટેમ્પોઍ ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ત્રણેય જણાંને માથામાં ગંભીર ઇજા પહોચતા તાત્કાલ ૧૦૮ મારફતે નવી સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ હાજર તબીબોઍ ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ અકસ્માત જાઇને ઉશ્કેરાયેલા લોકોઍ ટેમ્પા ચાલકને પકડી મેથીપાક ચખાડી ટેમ્પામાં તોડફોડ કરતા માહોલ ગરમાયો હતો.
મુળ યુપીના વતની અને હાલ પાંડેસરા આવિર્ભાવ સોસાયટીમાં રહેતા દેવકીનંદન શર્મા સીટ કવરના ધંધા સાથે સંકળાયેલા છે. તેમની પત્ની રવિતા ઉધના સોમનાથ હોટલની પાછળ આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કારખાનામાં નોકરી કરી પરિવારને મદદરૂપ થાય છે. તેમના બે પુત્રો ૮ વર્ષીય સમર્થ શર્મા અને સાત વર્ષીય હેપ્પી શર્મા પાંડેસરા ભીડભંજન પાસે આવેલી ભાગ્યોદય ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં ધો. ૧ અને ધો. ૨ માં અભ્યાસ કરતા હતા. તા. ૨૪મી નવેમ્બરના રોજ બપોરના સમયે માતા રવિતા બંને બાળકોને સ્કુલેથી લઇ પોતાના કામની જગ્યાઍ જઇ રહી હતી. તે દરમ્યાન ઉધના બસ સ્ટોપ પાસેથી રસ્તો ક્રોસ કરીને ત્રણેય જણાં પસાર થઇ રહ્ના હતા. તે વખતે પુરઝડપે દોડી આવેલા જીજે – ૫ – ઍઝેડ – ૩૭૯૫ નંબરના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ત્રણેય જણાંને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે રોડ પર પટકાયેલા બંને ભાઇઓના કરૂણ મોત નિપજ્યા હતા. જયારે તેમની માતા રવિતાને ગંભીર ઇજા પહોîચી હતી. અકસ્માત જાઇને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ટેમ્પા ચાલકને પકડી ઢોર મારમïાર્યો હતો. ત્યારબાદ લોકોઍ આઇશર ટેમ્પામાં તોડફોડ કરતા માહોલ ગરમાયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્તોને ૧૦૮માં સિવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં ડોકટરોઍ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ શર્મા પરિવારના અન્ય સભ્યો સિવીલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાળકોના અચાનક થયેલા મોતથી પરિવાર પર આભ ફાટી ગયુ હતુ. અને તેમના રૂદનથી સમગ્ર સિવીલ ગમગીન થઇ ગઇ હતી. આ ઘટના પગલે ભાજપના ઉપપ્રમુખ છોટુભાઇ પાટીલ પણ દોડી આવ્યા હતા. તેમણે ટેમ્પા ચાલકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે. જયારે માતાની સારવાર સિવીલમાં ચાલી રહી છે.