પાલનપુર જકાતનાકા પાસે આવેલી સી. કે. પટેલ વિદ્યાલય અને વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ગીતા જયંતીની ઉજવણીનો અનોખું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ગીતા ગ્રંથ મનુષ્ય જીવનની સંજીવની, મનુષ્ય જીવનનું હોકાયંત્ર, મનુષ્ય જીવનનો આત્મબળ છે.
કોઈપણ મનુષ્યને જીવનની પ્રત્યેક ક્ષણે સાચી દિશા, સમજણ આપતો આધ્યાત્મિક સંદેશ આપતા ગીતા સાચા અર્થમાં સંજીવની છે. શાળામાં વિદ્યાર્થીઓને સાચો માર્ગ, ઉન્નત માર્ગ બતાવનાર ગીતાના અધ્યાયનું પઠન વિદ્યાર્થીઓ કાયમ કરે ઍ માટે ગીતા સંદેશને સરળ રીતે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન સુંદર વાતાવરણમાં કરવામાં આવ્યું હતુ. શાળાના ૭૫ જેટલા વિદ્યાર્થીઓઍ ગીતાના શ્લોકનું પઠન કર્યું હતુ.વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ ગીતા સંદેશનો ટૂંકસાર રજૂ કર્યો હતો.