સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઍક સ્કુલના વિદ્યાર્થીઓઍ રાજકારણીઓની વિચારધારાથી ઉપર જઈને મોરબી બ્રિજ જેવી દુર્ઘટના ન બને તે માટે ઍક મોડેલ બનાવ્યું છે. જો આ મોડેલ પર બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવે તો ભવિષ્યમાં મોરબી જેવી દુર્ઘટના અટકાવી શકાય તેમ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓઍ આ મુદ્દાને ગંભીરતાથી લઈને વિજ્ઞાન મેળામાં આવી દુર્ઘટના કેવી રીતે અટકાવી શકાય તે માટેની કૃતિ બનાવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સી.આર.સી. કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં રાંદેર ઝોનમાં આવેલી શાળા ક્રમાંક ૨૧૮ શ્રી ધૂમકેતુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓઍ મોરબી જેવી દુર્ઘટના રોકવા માટે સેન્સર થી ચાલતું ઍક મોડલ બનાવ્યું હતું. આ મોડલ અંગે વિદ્યાર્થીઓ કહે છે, મોરબીની દુઃખદ ઘટના બની આવી દુર્ઘટના નું પુનરાવર્તન ન થાય તે જરુરી છે. આ મોડલ સાથે સેન્સર જોડી દેવામાં આવ્યું છે. આ બ્રિજ પરનો લોડ નક્કી કરવામા આવ્યું છે. તેના કરતાં વજન વધે તો સેન્સર થકી ઍલાર્મ વાગે અને લાઈટ થવા લાગે છે. આ ઍલાર્મ ઍ બતાવે છે કે બ્રિજ પર વજન વધ્યું છે તેથી જોખમ ઉભું થાય તેવી શક્યતા છે. તેથી તાત્કાલિક વધારાનું વજન ન થવા દેવા સાથે બ્રિજ પર હાજર લોકોને ખસેડી દેવામાં આવે અને તેના કારણે દુર્ઘટના નું નિવારણ થઈ શકે છે. સુરત શિક્ષણ સમિતિની સ્કુલના વિદ્યાર્થીઓઍ દુર્ઘટના બાદ વિજ્ઞાન મેળામાં જે મોડલ બનાવ્યું છે તેનો સરકાર કે પાલિકા વાસ્તવિક પ્રોજેક્ટમાં ઉપયોગ કરીને આવી ટેકનોલોજી બનાવે તો દુર્ઘટનાની જાણ અગાઉથી થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓઍ બનાવેલું આ મોડલ સમિતિમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સમિતિના અધિકારીઓ- પદાધિકારીઓ આ મોડલને વખાણી રહ્નાં છે.