રીંગરોડ અનુપમ ટેક્ષટાઇવ માર્કેટના ઍક વેપારી પાસેથી જાબવર્કનાïનામે બે ઠગબાજા રૂ.૧૬.૨૬ લાખની સાડીઓનો માલ લઇ ગયા બાદ પરત ન આપી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાય છે.
વેસુ સ્ટાર ગેલેક્ષી ઍપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઇ રઘુનંદનપ્રસાદ ગુપ્તા રીંગરોડ અનુપમ માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે. પાંચ મહિના પહેલા યોગીચોક પ્રમુમ છાયા સોસાયટીમાં રહેતો અલ્પેશ ભાયા નાકરાણી અને વેલંજા ધારા સોસાયટીમા રહેતો ફેનીલ ખીમા નાકરાણી નામના બે ઠગબાજાઍ જીતેન્દ્રભાઇનો સંપર્ક કર્યો હતો. પોતે સાડીઓ ઉપર ડાયમંડ વર્કના ધંધા સાથે સંકળાયેલા છે. તમને સમયસર સાડીઓ પર ડાયમંડ વર્ક કરી માલ પરત આપી દેવાની બાંહધરી આપી હતી. જેથી જીતેન્દ્રભાઇઍ બંને જણા પર વિશ્વાસ મુકીને તા.૧૩-૯-૨૦૨૨થી ૨૮-૯-૨૦૨૨ દરમ્યાન રૂ.૧૬,૨૬૦૦૦ની કિંમતની સાડીનો જથ્થો ડાયમંડ વર્ક કરવા માટે આપ્યો હતો. પરંતુ બંને જણાઍ સમયસર માલ ન આપતા જીતેન્દ્રભાઇઍ ઉધરાણી કરતા તેઓ ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો. આજદિન સુધી સાડીનો માલ પરત ન આપી બંને જણાઍ મોબાઇલ ફોન અને ઘર બંધ કરીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે જીતેન્દ્રભાઇઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.