સુરત શહેરના લિંબાયત પોલીસ મથક ની હદમાંથી રીક્ષા ચોરી કરવાના ગુનામાં ૧૧ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને કોસંબા પોલીસે હાઇવે રોડ ની હોટલ સુરજીત પાસેથી ઝડપી પાડ્યો હતો
કોસંબા પોલીસ મથકના પીઆઇ ઍચ.બી ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ હિમાંશુ રશ્મીકાંત ને બાતમી મળી હતી કે ૧૧ મહિના પહેલા સુરત શહેરના લીંબાયત પોલીસ મથકની હદમાં નોંધાયેલા ચોરીના ગુનામાં આરોપી ઝાકીર મિરઝા હાઈવે રોડની સુરજીત હોટલ પાસે આવનાર છે જે બાતમીના આધારે કોસંબા પોલીસે હોટલ ઉપર વોચ ગોઠવી રીક્ષા ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઍવા કોસંબાના દાદરી ફરિયામાં રહેતા ઝાકીર ઇસ્માઇલ મિરઝા ને ઝડપી પાડી તેનો કબજો લીંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.