ઉધના કલ્યાણ કુટીર સોસાયટીમાં આવેલા ઍક બંધ મકાનમા વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોઍ રૂમના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોઍ તિજારીનો લોક તોડી અંદરથી રૂ.૪ લાખથી વધુના સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી ભાગી ગયા હતા.
મહારાષ્ટ્રના જલગાંવ જીલ્લાના હિંગોનેસિમના વતની હાલ ઉધના કલ્યાણ કુટીર સોસાયટીમા રહેતા જયરામભાઇ હિંમતભાઇ પાટીલ પાંડેસરા બાટલી બોય સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તા.૧૭-૧૨-૨૦૨૨ના રોજ જયરામભાઇના ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી હોવાથી તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે મતદાન કરવા માટે ટ્રેન મારફતે પોતાના ગામ ગયા હતા. ત્યારબાદ મતદાન કરી સમગ્ર પરિવાર ખાનગી બસમાં સુરત પરત આવ્યા હતા. ત્યારે પોતાના ઘરનો લોખંડની ગ્રીલવાળો દરવાજા અને મેઇન દરવાજા ખુલ્લો હતો. આ જાઇને પાટીલ પરિવાર ઘરમાં ગયા હતા,ત્યારે બે અજાણ્યા તેમના ઘરમાંથી બહાર નિકળતા દેખાયા હતા. આ જાઇને પાટીલ પરિવારે બુમો પાડતા આજુ-બાજુના લોકો દોડી આવ્યા હતા ત્યાં સુધીમાં બંને જણા ભાગી ગયા હતા. ત્યારબાદ જયરામભાઇના મિત્રઍ કંટ્રોલરૂમમા ફોન કર્યો હતો. ત્યારબાદ પાટીલ પરિવાર મકાનની અંદર જઇને તપાસ કરતા બંને ચોરો તિજારીનો લોક તોડી રૂ.૪ લાખની સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે જયરામભાઇઍ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.