
ચીન સહિત વિશ્વમાં કોરોનાના કેસો વધ્યા હોવાના અહેવાલ બાદ સરકાર ઍલર્ટ મોડમાં આવી છે. દરેક જીલ્લાઓમાં પણ દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સુરતમાં તંત્ર ઍલર્ટ મોડમાં આવી ગયું છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના બેડ તૈયાર કરવામાં આવી રહ્ના છે આ ઉપરાંત તમામ વેન્ટીલેટરની ચકાસણીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.હાલની પરિસ્થતિ જોતા શુક્રવારે પીઍમ કેર ઓક્સીજન પ્લાન્ટનું મોકડ્રીલ પણ કરવામાં આવ્યુ હતુ.
ચીન સહિત વિશ્વના દેશોમાં કોરોનાના કેસો વધ્યા હોવાના અહેવાલ બાદ સરકાર ઍલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે રાજ્યોને પણ તકેદારી રાખવા દિશા નિર્દેશો જાહેર કર્યા છે, ત્યારે સુરતમાં પણ પાલિકા ઍલર્ટ થઈ ગઈ છે. સુરત પાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના ૩૦૦ બેડની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અહી રહેલા વેન્ટીલેટરની ચકાસણીઓ પણ કરવામાં આવી રહી છેહાલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ઍક પણ દર્દી દાખલ નથી. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા આગામી સોમવારથી કોવીડ હોસ્પિટલમાં ઓપીડી પણ શરુ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલની ૧૭ હજાર લીટર, જૂની હોસ્પિટલ બિલ્ડીંગની ૧૩ હજાર લીટર અને કીડની બિલ્ડીંગની ૧૩ હજાર લીટરની ઓક્સીજન ટેંકની તપાસ કરી કાર્યરત કરી દેવાની દિશામાં કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પીઍમ કેર ઓક્સીજન પ્લાન્ટ કાર્યરત છે. હવામાંથી ઓક્સીજન બન્યા બાદ તેનો ઉપયોગ ઓક્સીજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે કરાય છે. હાલની પરિસ્થતિ જોતા શુક્રવારે પીઍમ કેર ઓક્સીજન પ્લાન્ટનું મોકડ્રીલ પણ કરવામાં આવ્યુ હતુ. સુરતમાં પાલિકા તંત્રઍ શહેરના તમામ હેલ્થ સેન્ટરમાં કામ કરતાં તબીબોની ઍક તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં જરૂરી સૂચના આપવામાં આવી છે. જે મુજબ કોવિડ કે કોરોના જેવા લક્ષણ ધરાવતા દર્દીઓનું ટેસ્ટીંગ થઈ જાય અને જો તેનો રિપોર્ટ પોઝિટિવ આવે, તેના સેમ્પલનું જીનોમ સિકવન્સિંગ હાથ ધરવામાં આવશે. હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વેન્ટિનેટર કાર્યરત છે કે કેમ તેમ જ ઓક્સિજનની પર્યા પ્રમાણમાં છે કે કેમ તેની પણ તપાસ કરાવી લેવાય છે.