
નવા વર્ષથી રાજ્યમાં ઠંડીઍ માહોલ જમાવ્યો છે. રાજ્યમાં કડકડાતી ઠંડી પડી રહી છે. તેમાં પણ આજે વહેલી સવારથી પવનના સુસવાટા સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે.સુરતમાં ૧૪ ડીગ્રી તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગ જાહેર કર્યું છે.
ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ વર્તાઈ રહી છે. રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. રાજ્યના ૮ શહેરોમાં લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રીથી નીચે નોંધાયું છે. જ્યારે રાજ્યના સૌથી ઠંડુગાર નગર નલિયામાં ૮.૧ ડીગ્રી રહ્નાં છે. રાજ્યમાં હજુ પણ આગામી ૩ દિવસ સુધી ઠંડીમાં ફેરફાર થવાની કોઈ શક્યતા નથી.રાજ્યમાં આજે સુસવાટા મારતી ઠંડી વચ્ચે આજે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ઠંડીની રાજધાની નલિયા જ રહ્નાં છે. અહીં ૮.૧ ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં ૧૦.૫ ડીગ્રી, ડીસામાં ૧૦.૬ ડીગ્રી, ભુજમાં ૧૧.૨ ડીગ્રી, વડોદરામાં ૧૧.૬ ડીગ્રી અમદાવાદમાં ૧૨.૧ ડીગ્રી, રાજકોટમાં ૧૨.૫ ડીગ્રી અને સુરતમાં ૧૪.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે.