સુરતના નિયલ ચેક પોસ્ટ ખાતેથી સારોલી પોલીસે ઈન્દોરથી સુરત ડિલિવરી આપવા આવેલા યુવાનને ૪૭૫ ગ્રામ ચરસ સાથે ઝડપી પાડી ચરસ મંગાવનાર સુરતના રહેવાસી અને મોકલનાર ઇન્દોરના રહેવાસીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સારોલી પોલીસે મળેલી બાતમીના આધારે નિયોલ ચેક પોસ્ટ પાસે ચાલતા ચાલતા ટ્રાવેલીંગ બેગ સાથે સુરત તરફ આવતા યુવાનને અટકાવી તેની બેગની જડતી લેતા તેમાંથી રૂ.૭૧,૨૫૦ ની મત્તાનું ૪૭૫ ગ્રામ ચરસ મળ્યું હતું.પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોર મોતી તબેલા ચોરાહા શિંદે કોમ્પલેક્ષમા રહેતા ફૈઝલ ઉર્ફે સીઍનજી સફી ખાનની અટકાયત કરી તેની પાસેથી ચરસ ઉપરાંત રોકડા રૂ.૧ હજાર, મોબાઈલ ફોન, જીન્સ પેન્ટ સાથેની ટ્રાવેલીંગ બેગ મળી કુલ રૂ.૭૯,૨૫૦ નો મુદ્દામાલ કબજે કરી ચરસ મંગાવનાર સુરતના યાસીનભાઈ અને મોકલનાર ઇન્દોરના જાવેદ ઉર્ફે બબલુ વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.