
સુરતમાં ૧૦૮ ઍમ્બ્યુલન્સ ખરેખર ગર્ભવતી મહિલાઓ માટે દેવદૂત સમાન સાબિત થઈ થઈ રહી છે. સુરતમાં ફરી ઍક વખત પાંડેસરાની ગર્ભવતી મહિલાની ડિલિવરી ૧૦૮ માં કર્મચારી દ્વારા કરવામાં આવી છે. આ વખતે ૧૦૮ ના કર્મચારી દ્વારા ઍમ્બ્યુલન્સમાં મહિલાની ડિલિવરી કરાવીને બે જુડવા બાળકોને જન્મ અપાવ્યો છે. બંને બાળક અને માતા સ્વસ્થ છે. ડિલિવરી બાદ બાળક અને માતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
પાંડેસરા ના ચીકુવાડીની પાસે આવેલ શ્રીરામ કૃતિ સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષીય ગીતાંજલીબેન ગૌડાને આઠ માસના ગર્ભ ચાલી રહ્ના હતો. દરમિયાન તેમને ગત મધરાત્રે અચાનક પ્રસુતાની પીડા ઉપડી હતી. જેને લઇ તેમના પતિ સુધીરભાઈ ગૌડા દ્વારા તેમની પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે ૧૦૮ ને કોલ કરી બોલાવવામાં આવી હતી. આ દરમિયાન ૧૦૮ પહોંચી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી દરમિયાન મહિલાની સ્થિતિ ખૂબ જ વિકટ થતા સિવિલ સુધી પહોંચી શકે તેમ લાગતું ન હતું. જેથી ૧૦૮ ઍમ્બ્યુલન્સ થોડે આગળ તુલસીધામ બીઆરટીઍસ પાસે પહોંચતા રસ્તા પર ઉભી રાખી દેવી પડી હતી. ગર્ભવતી મહિલા ગીતાંજલિબેને અસહિય પ્રસુત પીડાનો દુખાવો થઈ રહ્ના હતો. આ સાથે ગર્ભમાં બાળક પણ બહાર આવી ગયું હતું. જેને લઇ ઇઍમટી કર્મચારી ચંદ્રેશ ચૌહાણ ઍ મહિલાની સ્થિતિ જોતા ઍમ્બ્યુલન્સ ને અધરસ્તે ઊભી રાખી દીધી હતી. ઇઍમટી કર્મચારીઍ મહિલાની પરિસ્થિતિ વિશે કંટ્રોલરૂમમાં જાણ કરી હતી અને સ્થળ પર જ ડિલિવરી કીટ વડે ડિલિવરી કરાવી પડે તેવી સ્થિતિ વિશેની માહિતી આપી હતી. જેને આધારે જરૂરી માર્ગદર્શન મેળવી ૧૦૮ ના કર્મચારીઍ મહિલાની ડિલિવરી મધરસ્તે જ રાત્રિના ત્રણ વાગ્યે ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં કરાવી હતી. ડિલિવરી કીટ વડે કર્મચારીઍ મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી. જેમાં કર્મચારી દ્વારા બે જુડવા બાળકોને જન્મ અપાવ્યો હતો. ડિલિવરી બાદ બંને બાળક અને માતાની સ્થિતિ પણ સ્વસ્થ હતી. બંને બાળકો ઍક ઍક કિલો ના વજન સાથે જન્મ લીધો હતો. સફળ ડિલિવરી થઈ ગયા બાદ ૧૦૮ દ્વારા બાળક અને મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.૧૦૮ ઍમ્બ્યુલન્સ દ્વારા મધરાત્રિઍ રાત્રિના ત્રણ વાગ્યે અને સુમસામ મધ્ય રસ્તે મહિલાની સફળ ડિલિવરી કરાવતા પરિવારે ૧૦૮ કર્મચારીનો આભાર માન્યો હતો.