
ટેલિગ્રામ ઉપર પાર્ટટાઇમ જાબ આપવાનું જણાવી લીંક મોકલી તેમાં રજિસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્કના બહાને ભોગ બનનાર પાસેથી રૂપિયા ૭.૬૪ લાખ પડાવી લેનાર ઠગ ટોળકીના ત્રણ આરોપીઓને સાઇબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા બાદ વધુ બે સાગરીતો નવી દિલ્હી ખાતેથી ઝડપી પાડી ૧૦૦ ટકા રકમ રીકવર કરી છે.
સુરતમાં રહેતા ઍક વ્યક્તિને ૨૧-૧૧-૨૦૨૨થી ૩૦-૧૧-૨૦૨૨ સુધી ટેલિગ્રામ ઉપરથી આકાંક્ષા ગંગા દીપર તરીકે ઓળખ આપનાર ઠગબાજાઍ કાવતરૂ રચીને ટેલિગ્રામ ઉપર પાર્ટટાઇમ જાબ આપવાનું જણાવી યુવકને લીંક મોકલી આપી હતી. જેમાં યુવકને રજિસ્ટ્રેશન કરાવી ટાસ્ક આપવાના બહાને અમુક રકમ પરત આપી તેને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ટાસ્કના બહાને ટુકડે ટુકડે કરીને તેની પાસેથી રૂપિયા ૭.૬૪ લાખ પડાવી લીધા હતા. જાકે, ટાસ્કમાં આપેલા પૈસા પરત ન આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન હરિયાણા ગુડગાંવ ક્વિઝપ્લાઝા માર્કેટ પાસે રહેતો અમિત નરેશકુમાર ગહેલાવત, ન્યુ દિલ્હી દ્વારકા સ્થિત મેટ્રો વ્યૂ ઍપાર્ટમેન્ટમાં રહેતો મનુ મૂલખરાજ ઇસર અને દિલ્હી હરિનગર આશ્રમ સ્થિત સનલાઇટ કોલોનીમાં રહેતો વિનોદકુમાર જયગોપાલ ગોલા નામના વ્યક્તિઓની સંડોવણી સામે આવી હતી. જેથી સુરત સાઇબર ક્રાઇમની ટીમ દિલ્હી પહોચી હતી. ત્યાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ કેસમાં અન્ય બે આરોપીઓને પકડવા માટે સુરત સાયબર ક્રાઇમની ટીમ દિલ્લી ખાતે ધામા નાંખ્યા હતા. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસે યુપીમાં રહેતો અને કાપડના ધંધા સંકળાયેલો પંકજ કિશનલાલ શર્મા અને ન્યુ દિલ્લીમાં રહેતો અમરદિપ નાનકારામ રામકલાને ઝડપી પાડી પાંજરે પુર્યો છે. પોલીસે ભોગ બનનારને તેના તમામ પૈસા અલગ અલગ બેકોમાંથી રીકવર કરી પરત આપ્યા છે.