
સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત યુવાધનને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો કરી રહી છે. શનિવારે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે પોલીસ દ્વારા ઍક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સુરત પોલીસ સામાજિક સંસ્થા દ્વારા ૭ કિલોમીટર અને ૧૪ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કર્યું હતું. ડુમસ રોડ પર યોજાયેલી આ દોડમાં બાળકોથી લઇને સીનીયર સીટઝનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મેરેથોન દોડમાં વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મેરેથોન દોડમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમાર સહિતના અધિકારીઓ હાજર રહ્ના હતા. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, જિંદગી ખૂબ જ સારી છે, ડ્રગ્સના કારણે લોકો યુવાધન બરબાદ થઈ રહ્નાં છે જેથી લોકો ડ્રગ્સના રવાડે ન ચઢવાની સલાહ આપી છે.