
સુરત શહેરમાં ફરી ઍકવાર કોરોનાના કેસો વધતા તંત્ર સજાગ બનીને કામગીરીમાં જાતરાઈ ગયું છે. સુરત શહેરની સરકારી હોસ્પિટલોમાં કોવિડના અલાયદા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. કલેક્ટરના આદેશ બાદ નવી સીવીલ સ્ટેમ સેલ્સ હોસ્પિટલમાં દસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાને લઇ અલાયદા વોર્ડની તૈયારી કરવાના આદેશ અપાયા છે.
સુરત શહેરમાં ફરીઍકવાર કોરોના કેસો વધતાં લોકોમાં ડરનો માહોલ જાવા મળી રહ્ના છે. કોરોનાને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને ટેસ્ટ કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. કોરોના કેસ વધે તે પહેલા સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટરના આદેશ બાદ નવી સિવિલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી દસ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પણ આઠ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ બંને હોસ્પિટલોમાં કોરોનાને કેસોને પહોચી વળવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.