સચીન જીઆઈડીસી રોડ નં. ૩ શ્રી રામ વે બ્રીજ પાસેના રોડ પરથી યુપીવાસી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ચાર જેટલા પરપ્રાંતિયોઍ ઝઘડો કરી યુપીવાસી યુવકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
યુપી અયોધ્યા જિલ્લાના પટરંગા થાના રઝાનગરમાં રહેતો જીતેશકુમાર ગુરુપ્રસાદ કનોજીયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અગાઉ દોઢ મહિના પહેલા સચીન જીઆઈડીસી શીવાંજલિ સોસાયટીમાં રહી લુમ્સના ખાતામાં નોકરી કરતો હતો પરંતુ મામાના દીકરીના લગન્ હોવાથી જીતેશકુમાર પોતાના વતન આવી ગયા હતા. પરંતુ તેમનો ભાઈ અશોકïકુમાર ઉર્ફે રામુ સુરતના સચીન જીઆઈડીસી પાલીવાલ ચોકડી પાસે ફૂટપાથ પર રહી લુમ્સના ખાતામાં નોકરી કરતો હતો. તા. ૧૪મી માર્ચના રોજ જીતેશકુમારના મિત્ર સાવન મિશ્રાઍ મોબાઇલ ફોન ઉપર મૃતક યુવકનો ફોટો મોકલ્યો હતો. જીતેશકુમારે ફોટા જાતા તેના ભાઈ અશોકકુમારનો ફોટો હતોï. જેથી પોતાના ભાઈ મૃત્યુ પામ્યા હોવાથી પરિવાર સાથે જીતેશકુમાર સુરત દોડી આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાંથી કોલ્ડ રૂમમાં મુકેલી અશોક કુમારની લાશ લઇ અંતિમ વિધિ કરી હતી. ત્યારબાદ જીતેશકુમાર પોતાના મિત્ર સાવન સાથે સચીન જીઆઈડીસી રોડ નં. ૩ શ્રી રામ વે બ્રીજ પાસેના રોડ ઉપર ગયો હતો ત્યારે ત્યાં દાણાચણાની લારી ચલાવતા ગીરજાશંકર બુદ્ધીરામ બીંદે જણાવ્યું હતું કે સચીન જીઆઈડીસીમાં રહેતા ક્રિષ્ણા પાંડે ઉર્ફે પંડિત, આનંદ માલીયો, બટકો અને કરણસીંગ ઉર્ફે રાનીઍ ઍકબીજાના મદદગારીથી કોઇક કારણસર અશોક સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકમુક્કીનો માર મારી મોતને ઘાટ ઉતારી ભાગી છુટયા હતા. આ બનાવ સંદર્ભે જીતેશકુમાર સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.