સુરતમાં કોરોનાના કેસ રોકેટ ગતિઍ વધતા પાલિકા તંત્રે જાહેર પરિવહન સેવા પર નિયંત્રણ શરૂ કર્યા છે. સુરતમાં દોડતી સિટી અને બીઆરટીઍસ બસમાં આવતીકાલથી ૫૦ ટકા મુસાફરો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા મુસાફરો ઍ કોરોના ની ગાઈડલાઈન નું ફરજીયાત પાલન કરવું પડશે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્ના છે. જેમાં આજે કોરોના ૬૩૦ કેસ થતાં પાલિકા તંત્ર પણ ચોંકી ઉઠયું છે. સુરતમાં કોરોના અટકાવવા માટે પાલિકા તંત્રઍ ૪૫ દિવસ માટે કોમ્યુનીટી હોલ નું બુકિંગ બંધ કર્યું છે. હવે આવતીકાલથી સુરતમાં દોડતી સિટીબસ અને બીઆરટીઍસ બસમાં પણ મુસાફરોની સંખ્યા ૫૦ ટકા નિયત કરી છે. સુરતની સીટી બસ બીઆરટીઍસ બસમાં મુસાફરી માટે વ્યક્તિના બંને રોજ ફરજિયાત છે. આ ઉપરાંત માસ અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે. બસમાં સંક્રમણ ન ફેલાય તે માટે બસના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.