પલસાણા તાલુકાના નિયોલ ગામની સીમમાંથી કડોદરા જીઆઇડીસી પોલીસે સુરત પાસિ*ગના ટેમ્પોમાં શાકભાજીની આડમાં લઇ જવાતો રૂ.૨.૨૬ લાખના ઇંગ્લીશ દારૂ સાથે સુરત શહેરના લિંબાયત નિલગીરી સર્કલ પાસે રહેતા ટેમ્પોના ચાલક સુભાષïગીરી ગૌસ્વામિની ધરપકડ કરી હતી.
કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે નિયોલ ગામ હળપતિ વાસ પાસેથી એક ટેમ્પોમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્ના છે. જે બાતમીના આધારે પોલીસે નિયોલ ગામમાં વોચ ગોઠવી રૂ.૨.૨૬ લાખના ઇંગ્લીશ દારૂ ભરેલા ટેમ્પા સાથે તેના ચાલïક સુભાષની ધરપકડ કરી રૂ.૪.૧૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસ પુછપરછમાં આ ઇંગ્લીશ દારૂ બુટલેગર સોનું ઉર્ફે સુનિલ તથા અશોક નામના ઇસમે મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસïે બંનેને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.