
વલસાડ હાઇવે રોડના ધરમપુર ચોકડી પાસેથી સીટી પોલીસે રૂ.૧૩.૬૨ લાખના ઇંગ્લીશ દારૂ ભરેલા ટેમ્પા સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂ.૧૮.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વલસાડ સીટી પોલીસને બાતમી મળી હતી કે સેલવાસથી મહારાષ્ટ્ર પાસિ*ગના ટેમ્પામાં પાઉડરની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો વડોદરા લઇ જવામાં આવી રહ્ના છે. જે બાતમીના આધારે વલસાડ સીટી પોલીસે ધરમપુર ચોકડી પાસે વોચ ગોઠવી રૂ.૧૩.૬૨ લાખના ઇંગ્લીશ દારૂ ભરેલા ટેમ્પા સાથે તેના ચાલક અજીત નાગેશ્વર યાદવને ઝડપી પાડી રૂ.૧૮.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતોï. જયારે વલસાડ સીટી પોલીસે દારૂ મંગાવનાર અને દારૂ ભરાવનાર એવાં ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.