
સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલમાં ૬ લોકોના મોત મામલે વધુ બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બંને પોલીસ કર્મીઓમાં સચિન – સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના વહીવટદાર હોવાની વાત સામે આવી રહી છે.
સચિન જીઆઇડીસીના કેશિયર એએસઆઇ પંકજ સુરેશચંદ્ર પાંડેની ટ્રાફિકમાં બદલી કરવામાં આવી હતી. ટ્રાફિકમાં બદલી કરતાની સાથે પોલીસ કમિશનરે પંકજ પાંડેને રવિવારે સસ્પેન્ડ પણ કરી દીધો છે. જ્યારે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેશિયર હે.કો. ખોડુભા શબરસંગ ટાંકને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. હાલમાં બંનેની ઈન્કવાયરી પણ ચાલી રહી છે. ઈન્કવાયરી પૂરી ન થાય ત્યાં સુધી બંનેને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા સચિન પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસકર્મીના બે મોબાઇલ પણ ડીસીબીએ કબજે કર્યા હતા. જેમાં પણ કેમિકલ માફીયા સંદીપ ગુા સાથે સંપર્કમાં હોવાની વાત તપાસમાં ધ્યાને આવી હતી. રણવીર રિક્ષાવાળો સંદીપ ગુા સહિતના અનેક કેમિકલ માફીયાઓ પાસેથી પોલીસના નામે ઉઘરાણી કરતો હોવાની વાત પોલીસ બેડામાં ચાલી રહી છે.ખરેખર રિક્ષાવાળા રણવીરની તપાસ થાય તો ઘણા નામો બહાર આવી શકે છે. રણવીર રિક્ષાવાળો હોવા છતાં કેટલાક પોલીસકર્મીઓને પણ તે ખોટી રીતે દમ મારતો હતો. હાલમાં રિક્ષાવાળા રણવીરે તેના પન્ટરને આગળ કરી પાછી ઉઘરાણી કરવાની શરૂઆત કરી હોવાની વાત પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે.ટેન્કરના ચાલક સુરેન્દ્ર સીંગને નવી સિવિલમાંથી રજા અપાતા ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. રવિવારે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટએ તેને ૨૧મી તારીખ સુધીના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. ટેન્કર ચાલક સુરેન્દ્ર સીંગને ઝેરી કેમિકલ નિકાલ કરવા માટે જયપ્રતાપ તોમર અને વિશાલ યાદવે મોક્લ્યો હતો. સુરેન્દ્ર સીંગે સચિન જીઆઇડીસીમાં આવી સંદીપ ગુપતાને કોલ કર્યો હતો અને સંદીપ ગુપતાએ તેના ભાઈ પ્રેમસાગર ગુપતાને ઝેરી કેમિકલ જે ખાડીમાં નિકાલ કરવાનો હતો તે જગ્યાએ મોક્લ્યો હતો.