
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતે વનવિભાગ સામે ન્યાય માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે, વહેલી સવારે આત્મહત્યાની ચીમકી આપ્યા બાદ અધિકારીઓ સ્થળ ઉપર થી નાસી છૂટ્યા હતા જોકે અવારનવાર થતી હેરાનગતિ સામે કાયમી ઉકેલ લાવવા હવે મંગળ ગાવીતે આમરણાંત ઉપવાસનો સહારો લીધો છે.
ડાંગ જિલ્લાના વઘઇ સાપુતારા માર્ગ ઉપર સાકરપાતળ રેન્જ વિસ્તારમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત પોતાના કાચા ઢાબા ની જગ્યાએ પાકી હોટેલ બનાવવા જમીન લેવલનું કામ કરાવી રહ્યા છે, આ કામ દરમિયાન 6 મહિના પહેલા વનવિભાગ દ્વારા વનવિભાગની જમીન ઉપર ખોદકામ કર્યું હોવાની ફરિયાદ સાથે રૂપિયા 15,000 જેટલો દંડ કરવામાં આવ્યો હતો. જોકે આ કાર્યવાહી બાદ ફરી દક્ષિણ વનવિભાગ કોઈપણ નોટિસ આપ્યા વગર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને મંગળ ગાવીતે અધિકારીને સવાલ કર્યા હતા અને ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનું જણાવી દોરડા વડે સ્થળ ઉપર આત્મવિલોપન કરવાની ચીમકી આપતા વન કર્મીઓ સ્થળેથી નાસી છૂટ્યા હતા, વન વિભાગ દ્વારા છેલ્લા 6 મહીનાથી અવારનવાર આ મુજબ હેરાનગતિ કરાતી હોય કાયમી નિકાલ લાવવા સવારે 10 વાગ્યાથી ધોમધગતા તાપમાં મંગળ ગાવીત આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા છે. મંગળ ગાવિત ની આત્મવિલોપન ની ચીમકી ને લઈને વઘઇ પોલીસ સ્થળ ઉપર આવી મંગળ ગાવીત ને સમજાવવા પ્રયત્ન કર્યા હતા જોકે મંગળ ગાવીતે જોઈન્ટ સર્વે કરી યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરશે તેમ જણવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ વિધાનસભા મત વિસ્તારના કોîગ્રેસના ધારાસભ્ય તરીકે ગત ટર્મમાં વિજેતા બનેલા મંગળ ગાવિતે થોડાï મહિના અગાઉ ગુજરાતમાં રાજયસભાની યોજાયેલી ચૂંટણી પુર્વે જ તેમને ધારાસભ્ય પદ અને કોગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. જા કે તેમના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર યોજાયેલી પેટા ચુંટણીમાં ભાજપે તેમને ટીકીટ નહીં આપતા મંગળ ગાવિત નારાજ થઇ વિડ્રોહ કરવાની તૈયારી કરી હતી. જો કે ભાજપના આદિવાસી નેતા એ તેમને મનાવી લીધા હતા. આ પેટા ચુંટણીમાં ભાજપના વિજય પટેલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. વિધાનસભા ની ચુંટણીમાં સાઇડ કોર્નર કરી દેવાયેલા મંગળ ગાવિતને જીલ્લા પંચાયતની યોજાયેલી ચુંટણીમાં ભાજપે ઉમેદવાર બનાવ્યા બાદ પક્ષ ને બહુમતી મેળવતા તેમને જીલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા છે