કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે આવેલ આશિર્વાદ માનવ મંદીરની રોટ્રેકટ કલબ ઓફ કડોદરાના સભ્યોએ મુલાકાત લઇ જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવાના અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
રોટ્રેકટ કલબ ઓફ કડોદરા દ્વારા સ્વર્ગસ્થ અંકીત પંચાલની સ્મૃતિમાં કોરોનાના મૃતકોના પરિવારોને સહાય કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેની શરૂઆત ધોરણ પારડી ખાતે આવેલ આશિર્વાદ આશ્રમથી કરી હતી. આ કાર્યક્રમમાં રોટ્રેકટ કલબના હોદ્દેદારો જાડાયા હતા.