તાપી જિલ્લાના કણઝા ગામ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આદિમ જુથની બહેનો માટે વાંસકામ તાલીમ વર્ગનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી ડી ડી કાપડિયા ના હસ્તે કરવામાં આવ્યો હતો
તાપી જિલ્લામાં વસતા આદિમજૂથના પરિવારો વાંસકામ કરીને પોતાની આજીવિકા મેળવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિમજૂથના કોટવાળિયા જાતિના લોકો સદીઓથી આ વાંસકામના વ્યવસાયમાં જોડાયેલા છે. જંગલોમાં થતા વાંસમાંથી જીવન જરૂરી ચીજવસ્તુઓ બનાવવી અને તે વેચીને ગુજરાન ચલાવવું આ જ માત્ર વ્યવસાય અપનાવીએ આ કોટવાળિયા લોકો પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. તાપી જિલ્લામાં મહત્તમ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા સ્થાનિક લોકોની જરૂરિયાત મુજબ આદિમજૂથના આ
લોકો વાંસમાંથી ટોપલા,ટોપલી,છાબલી,સુપડુ,અનાજ ભરવાના પાલા,પશુઓને મોં પર બાંધવાના ગોળવા તેમજ કાચા મકાનો માટે ખપાટીયા બનાવવાનુ કામ કરે છે. આદિમજૂથના લોકો માટે રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો ચાલે છે. આજે કણઝા ગામે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાના વરદ્ હસ્તે તાપી જિલ્લાના આદિમજૂથના લોકો માટે વાંસમાંથી આધુનિક ચીજ-વસ્તુઓની બનાવટ માટે વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું કે પરંપરાઓની સાથે સાથે વાંસમાંથી મૂલ્યવર્ધક આકર્ષક ચીજ-વસ્તુઓ બનાવવામાં આવે તો આદિમજૂથના પરિવારોની આવકમાં વૃધ્ધિ થાય અને તેમની આર્થિક પરિસ્થિતિમાં ઘણોં સુધારો થઇ શકે છે.