
સુરત શહેર રાજ્યમાં સૌથી વધુ ડ્રેનેજ પાણીને રિટ્રીટ કરીને આવક ઊભી કરી રહ્નાં છે. સુરત કોર્પોરેશન દ્વારા અંદાજે ૫૦૦ કરોડ કરતાં વધારેની આવક સુઍઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભા કરીને પાણીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે દિશામાં કામ કરી રહી છે. સ્થાયી સમિતિની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુરત શહેરના કરંજ અને કોસાડ ખાતે ઍસટીપી પ્લાન્ટ ઉભો કરવાની તૈયારી થઈ રહી છે. સુઍઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
કરંજ વિસ્તારમાં હવે ઍસટીપી પ્લાન્ટ તૈયાર થશે. કરંજમાં ઍસટીપી પ્લાન્ટમાં ૨૧૧ ઍમઍલડી પાણીને ઉપયોગમાં લઇ શકાય તેવી વ્યવસ્થા ઊભી થશે. પલસાણા ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગગૃહોઍ ૧૪૦ ઍમઍલડી પાણીની માગ કરી છે. જેના થકી સુરત મહાનગરપાલિકાને ૧૨૨ કરોડની વર્ષે આવક ઉભી થાય તેવી શક્યતા છે. સાથે સાથે ડ્રેનેજના પાણીનો પણ યોગ્ય રીતે ઉપયોગ થશે જેનાથી પાણીનો બચાવ પણ કરી શકાશે. કોસાડ ખાતે ૨૨૦ ઍમઍલડીનો ઍસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. હજીરામાં ખૂબ જ મોટા ઉદ્યોગગૃહ છે અને તેમને પણ પાણીની જરૂરિયાતો ઉભી થતી રહે છે. હજીરા ઇન્ડસ્ટ્રી દ્વારા ૩૦૦ ઍમઍલડી પાણીની માંગ કરવામાં આવી રહી છે. ઉદ્યોગ ગૃહની જે પ્રકારે ડિમાન્ડ આવી રહી છે તે જોતા કોર્પોરેશન દ્વારા કોસાડ, ભેંસાણ અને અસારા મળીને ૪૫૭ ઍમઍલડી પ્લાન્ટ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો આ પ્રકારની માગ ઉદ્યોગગૃહની સંતોષવામાં આવે તો અંદાજે વર્ષે ૨૬૨ કરોડ રૂપિયાની આવક કોર્પોરેશનને થઈ શકે છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે ડ્રેનેજ પાણીનો પણ મહત્તમ ઉપયોગ કરીને તેમાંથી આવક ઊભી કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા તમામ પગલા લેવાઈ રહ્ના છે. ડ્રેનેજ પાણીમાંથી વર્ષે ૫૦૦ કરોડ રૂપિયા સુધીની આવક થાય તે પ્રકારનો પ્રથમ તબક્કાની અંદર આયોજન કરવામાં આવી રહ્નાં છે. જેને લઇને અત્યાર સુધીમાં ઘણા પગલાં લેવાય ચૂક્યા છે. હાલ ફરી ઍક વખત કોસાડ અને કરંજ ખાતે ઍસટીપી પ્લાન્ટને મંજૂરી આપીને વર્ષે ૩૮૪ કરોડની આવકનો લક્ષ્યાંક છે. વિવિધ ઇન્ડસ્ટ્રીમાંથી જે પ્રકારની માગ ઊભી થઈ રહી છે તેને ધ્યાને લેતા અને ઝડપથી નિર્ણય લઇ રહ્ના છે જેથી કરીને ઉદ્યોગ ગૃહ ને સમયસર માંગ મુજબનું પાણી પણ મળી રહે અને સુરત કોર્પોરેશન અને આવક પણ ઉભી થઈ જાય.