
પુણા સારોલી શ્યામ સંગીની માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા ત્રણ વેપારીઓએ દલાલ મારફતે પાંડેસરા બમરોલી રોડ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝના કારખાનેદાર અને તેના મિત્ર તથા સાઢુભાઇ પાસેથી રૂ.૧.૧૫ કરોડથી વધુનો ગ્રે કાપડનો માલ ઉધાર ખરીદ્યા બાદ ઉઠમણું કર્યુ હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોîધાઇ છે.
અલથાણ કેનાલ રોડ સાંઇરૂદ્રા એપાર્ટમેન્ટમાં રહેતા નિમેષભાઇ મહેન્દ્રભાઇ પટેલ પાંડેસરïા બમરોલી રોડ ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાં મેહુલ ફેબ્રિકસ અને મેહુલ એન્ટરપ્રાઇઝ નામથી કારખાનુ ધરાવે છે. ઇશ્વર પટેલ નામના દલાલ વર્ષોથી તેમની સાથે સંકળાયેલો હતો. એક વર્ષ પહેલાં ઇશ્વર પટેલે પુણા સારોલી રોડ શ્યામ સંગીની માર્કેટમાં શ્યામ એન્ટર પ્રાઇïઝ નામથી ધંધો કરતા મુકેશ સુરેશ અગ્રવાલ , રમણ શર્મા અને અનિષ હિસારીયા નામના વેપારીઓની ઓળખ આપી હતી. તેઓ માર્કેટમાં મોટું નામ ધરાવે છે. સમયસર પૈસા ચુકવી દેવાની તમામ બાંહેધરી ઇશ્વર પટેલે લીધી હતી. ઇશ્વર પટેલ પર વિશ્વાસ મુકી નિમેશભાઇએ વેપાર ધંધો શરૂ કર્યો હતો. સમયસર પૈસા ચુકવી આપી નિમેષભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ આ તમામે ૩૧ – ૩ – ૨૦૨૧ થી ૮ – ૭ -ï ૨૦૨૧ દરમ્યાન નિમેષભાઇ પાસેથી રૂ.૭૮.૬ï૮ લાખનો ઉધાર ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. આ ઉપરાંત અલથાણ ફોરચ્યુન ફલેટમાં રહેતા તેમના સાઢુભાઇ ગૌતમ માધવલાલ પટેલ પાસેથી રૂ.૧૬.૪૪ લાખ અને તેમના મિત્ર કમલેશ માધવલાલ પટેલ પાસેથી રૂ.૨૦.૫૫ લાખથી વધુનો ગ્રે કાપડનો માલ લીધો હતો. આïમ ત્રણેય જણાં પાસેથી રૂ.૧.૧૫ કરોડથી વધુનો ઉધાર ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ સમયસર પૈસા ચુકવ્યા ન હતા. જેથી વેપારીએ ઉઘરાણી શરૂ કરતા આ તમામ ખોટા વાયદાઓ કરી સમય પસાર કરી દુકાન બંધ કરી ભાગી છુટ્યા હતા. આ બનાવ સંદર્ભે નિમેષભાઇએ પાંડેસરા પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.