ખટોદરા શનિદેવ મંદીરની સામે આવેલા સોમા કાનજી-૨ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની માર્બલની દુકાનમાંથી કેટલાક અજાણ્યા ઈસમો રૂપિયા ૩.૧૫ લાખથી વધુની રોકડ ચોરી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. ૧૭ ડિસેમ્બરના રોજ થયેલી ચોરીની ફરિયાદ પોલિસે દોઢ મહિના બાદ દાખલ કરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સરથાણા જકાતનાકા વિશાલ નગર સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય પ્રકાશભાઇ પ્રભુભાઇ કારોરીયા ત્રણ વર્ષથી મારબલના વેપાર સાથે સંકળાયેલા છે. તારીખ ૧૭ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં બે ઈસમો દુકાનની પાછળની બારી તોડી દુકાનમાં ઘુસી ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. તરણજોત સીરામીક પ્રાઇવેટ લીમીટેડ નામની દુકાનમાં પહેલીવાર ચોરી થઈ છે. લોખંડની ગ્રીલના સળીયા તોડી ઓફીસના ટેબલના ડ્રોવરમાં મુકેલા વેપાર ધંધાના કલેક્શનના રોકડા રૂ. ૩,૧૩,૪૫૦ની મતાની માસ્કધારી બે ચોર ઇસમો ચોરી કરી નાસી ગયા હતા. પી.એસ.આઇ. કે.જી દેસાઇ આગળની તપાસ કરી રહ્ના છે.