કોસંબા હાઇવે રોડ પર વડોદરાથી સુરત પરત ફરી રહેલાં એસઆરપી જવાનોનીï બસ આગળ ઉભેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર ૨૭ પૈકી ૧૩ જવાનોને ઇજા પહોîચતા સારવાર માટે કીમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બુધવારની વહેલી સવારે એસઆરપી જવાનોની બસ કોસંબા હાઇવે રોડ પરથી પસાર થતી હતી તે વખતે રોડ પર ધુમ્મસના કારણે ડ્રાઇવરને આગળ ઉભેલી ટ્રક નહીં દેખાતા બસ ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૨૭ પૈકી ૧૩ એસઆરપી જવાનોને ઇજા પહોîચતા સારવાર માટે કીમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.