રીંગરોડ રાધાકિષ્ણા માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા પિતા અને તેના બે સંતાનોએ એકબીજાની મદદગારીથી વેપારી પાસેથી રૂ.૪૯.૮૫ લાખનો ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ ઉઠમણું કર્યુ હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોîધાઇ છે.
મોટાવરાછા મધુસુદન હોમ પેડરમાં રહેતા દિલીપભાઇ લક્ષ્મણભાઇ સાંવલીયા કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. એક વર્ષ પહેલાં વેસુ સોમેશ્વરા સ્થિત શિવ અભિષેક રેસીડેન્સીમાં રહેતા અને રીંગરોડ રાધાકિષ્ણા ટેક્ષટાઇલ માર્કેટમાં રીચા ફેશન નામથી કાપડનો ધંધો કરતા વિષ્ણુ બંસલ ઉર્ફે વિષ્ણુ અંકલ , રીતુ બંસલ અને યોગેશ વિષ્ણુ બંસલ ઉર્ફે યોગેશ રોકડી નામના વેપારીઓએ એકબીજાની મદદગારી કરી દિલીપભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોતે મોટા વેપારી હોવાની ઓળખ આપી વેપારી ધારા ધોરણ મુજબ પૈસાï ચુકવી દેવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ ત્રણેય જણાંએ શરૂઆતમાં માલ ખરીદ્યા બાદ સમયસર પૈસા ચુકવી દિલીપભાઇનો વિશ્વાસ કેળવ્યો હતો. દિલીપભાઇનો વિશ્વાસ જીત્યા બાદ ત્રણેય જણાંએ તા. ૧ – ૬ – ૨૦૨૧ થી ૧૯ – ૯ – ૨૦૨૧ દરમ્યાન રૂ. ૪૯.૮૫ લાખથી વધુનો લેસનો માલ ઉધાર મંગાવ્યો હતો. પરંતુ ત્રણેય જણાંએ પૈસા ન ચુકવતા દિલીપભાઇએ ઉઘરાણી શરૂ કરી હતી. દિલીપભાઇની ઉઘરાણીથી કંટાળી વિષ્ણુએ તેઓને ગાળો આપી હાથ ટાંટીયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી પૈસા ચુકવ્યા ન હતા. ત્યારબાદ દુકાન બંધ કરી ઉઠમણુ કરી ત્રણેય જણાં ભાગી છુટ્યા હતા. આ બનાવ અંગે દિલીપભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોîધïી તપાસ હાથ ધરી છે.