સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ભાજપ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવી ઉઠેલી ચર્ચાને સમર્થન મળ્યું છે આમ આદમી પાર્ટીના ત્રણથી ચાર કોર્પોરેટરો અચાનક ભુગર્ભમાં ઉતરી જતા સુરત શહેરના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે બીજી તરફ સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર નાવડીયા તેમના પક્ષના વોર્ડ નંબર 16 કોર્પોરેટર વિપુલ મોવલીયા ને ભાજપના ઇશારે સાથી કોર્પોરેટરોને રૂપિયાની લાલચ આપી તોડી ને પક્ષમાં ભગાંણ થાય તેવી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાના આક્ષેપ સાથે તેમને કારણ દર્શક નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે
ગત સુરત મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના ૨૭ જેટલા કોર્પોરેટરો ચૂંટાઈ આવતા સુરત શહેર માં મજબૂત પક્ષ ઉભો થયો હતો જ્યારે આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સુરત શહેરમાં પણ કેટલીક વિધાનસભા ની બેઠકો પર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને મજબૂત રીતે ટક્કર આપી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે જો કે વિધાનસભાની ચૂંટણી પહેલા જ છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પ્રલોભન આપી ખરીદી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા હતા જોકે છેલ્લા બે દિવસ થી સુરત શહેરમાં આમ આદમી પાર્ટી ના કેટલાક કોર્પોરેટરો રાજીનામા આપી ભાજપમાં જોડાઈ તેવી ચર્ચાઓ ચાલતી હતી જોકે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા દ્વારા તેમના પક્ષના કોર્પોરેટર વિપુલ મોવલીયા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના ઈશારે બટુક નામના ભાજપના કાર્યકર સાથે મળીને કોર્પોરેટરોને રૂપિયાની લાલચ આપતા હોવાનો આક્ષેપ કરી તેમને નોટિસ ફટકારી તેમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કેમ નહીં કરવા એ માટે ખુલાસો માંગવામાં આવ્યો છે