કેન્દ્ર સરકારના આવસન અને શહેરી કાર્ય મંત્રાલય (મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સ)ના નેજા હેઠળ દેશના સ્માર્ટ શહેરોને ડેટા ઍટલે કે માહિતી, રેકર્ડ, વિગતો બાબતે વધુ સક્ષમ બનાવી ઍમાંથી જ સમસ્યાઓના ઉકેલ શોધવા તરફ આગળ વધારવા અને ‘ડેટા સ્માર્ટ સીટીઝ’ની ઓળખ આપવા માટે આ નવતર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સ્માર્ટ સીટીઝ મિશન અન્વયે ડેટા મેચ્યોરીટી ઍસેસમેન્ટ ફ્રેમવર્ક તૈયાર કરાયું છે.
જેના દ્વારા શહેરો વિવિધ ડેટા મેળવીને જાતે જ પોતાનું મૂલ્યાંકન કરી શકે, ઍક ડેટા કલ્ચર તૈયાર થાય અને શહેરો કઈ સેવા, કયા પ્રોજેક્ટ, કઈ પ્રક્જકિય કામગીરીમાં પોતે ક્યાં પહોંચ્યા છે ઍનો અંદાજ આવી શકે. આ તમામ ડેટા કેન્દ્ર સરકારને મોકલ્યા બાદ તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વોચ્ચ સ્કોર ૮૦ રખાયો હતો. સુરત શહેરે આ સર્વોચ્ચ સ્કોર મેળવીને ડેટા સ્માર્ટ સીટી તરીકે પણ દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. જોકે હજી બીજા તબક્કાનું ડીઍઍમઍફ ૨૦૨૦-૨૧નું પરિણામ જાહેર થયું છે, અને પ્રથમ તબક્કાનું મૂલ્યાંકન ચાલી રહ્નાં છે. છતાં સુરતે કેન્દ્રના ડીઍઍમઍફ ૨૦૨૦-૨૧માં ૮૩ સ્માર્ટ શહેરોમાંથી પ્રથમ સ્થાન મેળવીને અગ્રેસર રહ્નાં છે.સુરત શહેર દ્વારા વર્ષ ૨૦૧૬માં સ્માર્ટ સીટીઝ ચેલેન્જ શરુ થઇ ઍ પહેલાથી ડેટા બેંક તૈયાર કરવાથી લઈને ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ, લોકો પણ ટેકનોલોજીની મદદથી મનપાની સેવાઓનો લાભ લે, ફરિયાદ, સમસ્યાઓ પણ ડેટાના માધ્યમથી રજુ થાય, ઍનો નિકાલ પણ ડીજીટલ ધોરણે થાય, સ્ટાફ પણ ટેબ્લેટ લઈને સ્થળ પર સમસ્યાના ઉકેલ બાદ ડેટા અપલોડ કરે, જેવી કામગીરી શરુ કરી દીધી હતી. પરિણામે કેન્દ્ર સરકારે ડીઍઍમઍફ દ્વારા શહેરોનું મૂલ્યાંકન શરુ કર્યું ત્યારે સુરતે સૌથી વધુ વિગતો, ડેટા મોકલીને મૂલ્યાંકનમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.ડીઍઍમઍફ ના પ્રથમ તબક્કામાં નાગરીકો, પ્રક્રિયા, ટેકનોલોજી, પોલીસી અને પરિણામના આધારે ડેટા ઍકઠો કરવામાં આવે છે. જેમાં સુરત દ્વારા ડેટા મોકલાઈ ચુક્યા છે, પણ હજી તમામ શહેરોનું મૂલહજી ચાલી રહ્નાં છે. તદુપરાંત, બીજા તબક્કામાં ડેટાને લગતી કામગીરી માટે બજેટ ફાળવણી, ડેટા ઍકત્રીકરણ માટે અધિકારીઓની નિમણુક, સીટી ડેટા માટે અન્ય ઍજન્સીઓ સાથે જોડાણ, મનપાની સેવાઓ, કાર્યો સહીતની વિગતો તૈયાર કરી ડેટાસેટ બનાવવા, ડેટા ઍનાલીટીક્સણો અમલ, સીટી ડેટા પોલીસીનો અમલ અને ઍ માટે બજેટની ફાળવણી, શહેરમાં ડેટાના ઉપયોગ આધારિત થયેલ કામગીરીનો રીપોર્ટ તૈયાર કરવા સહીતની કામગીરી બીજા તબક્કામાં સમાવિષ્ટ કરવામાં આવી છે. જેમાં સુરતે પ્રથમ સ્થાન અંકે કર્યું છે. ૭૯ ગુણ સાથે પીંપરી ચીંચવાડ બીજા ક્રમે, ૭૮સ્કોર સાથે ભોપાલ ત્રીજા અને ૭૫ સ્કોર સાથે પુણે ચોથા સ્થાને છે. સર્વોચ્ચ ગણાતી કનેક્ટેડ’ કેટેગરીમાં આ ચાર શહેરોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઉતરતા ક્રમમાં અન્ય ચાર શેરની, ઍનેબલ્ડ, ઍક્સપ્લોરર, ઇનીશીયેટર અને બીગીનર માં શહેરોને ક્રમ અપાયા છે.