પાંડેસરા શાંતિવન સોસાયટી બહાર ઍક શ્રમજીવી રાહદારીને માથામાં જ ચપ્પુના ઘા મારી મોબાઈલની લૂંટ ચલાવી લુંટારૂઓ ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત શ્રમજીવીને સારવાર માટે સિવીલમાં દાખલ કરવામાં આવ્યો છે.સર્જરી વિભાગમાં રીફર કરી માઇનર ઓપરેશન બાદ રજા આપી દેવાય હતી.
પાંડેસરા શાંતિવન સોસાયટીમાં રહેતા સૂર્યનારાયણ શિવકુમાર યાદવ પાંડેસરા ખાતે મિલમાં નોકરી કરે છે. રાત્રિના સમયે સૂર્યનારાયણ સોસાયટીની બહાર ઉભા હતા. ત્યારે લુંટારૂઓ ત્રાટકયા હતા. સૂર્યનારાયણને હાથમાં ચાકુ મારી મોબાઇલની લુંટ કરી ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત સૂર્યનારાયણને સારવાર માટે સિવીલમાં દાખલ કરવામા આવ્યા હતા.
ઇજાગ્રસ્ત સૂર્યનારાયણને તાત્કાલિક સર્જરી વિભાગમાં રીફર કરી માઇનર ઓપરેશન બાદ રજા આપી દેવાય હતી..સૂર્યનારાયણ ઍ કહ્નાં હતું કે મોતને આંખ સામે જોઈ જમીન સરકવા લાગી હતી. મિલમાંથી ઘરે જતા રસ્તામાં હુમલો થયો હતો. હું મારા વતન પરિવાર સાથે વાત કરતો હતો. પાછળથી અચાનક કોઈઍ માથામાં ચપ્પુના ઉપરા ઉપરી ઘા મારતા લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ મોબાઈલ ઝૂંટવી હુમલાખોર ફરી હુમલો કરે ઍ પહેલાં જ ભાગી ગયો તો જીવ બચ્યો ઍમ કહી શકાય. રૂમ પર ગયા બાદ મિત્રોને આખી વાત કરતા તેઓ પ્રથમ સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. હાલ તબિયત સારી છે.સિવિલ મેડિકલ ઓફિસર ડો. ઉમેશ ચૌધરી ઍ જણાવ્યું હતું કે, રાત્રે ઍક શ્રમજીવીને માથા અને હાથ પર ચપ્પુના ઘા મરાયેલી હાલતમાં લવાયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાહદારી પર લૂંટારુઍ પાછળથી હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત સૂર્યનારાયણને તાત્કાલિક સર્જરી વિભાગમાં રીફર કરી માઇનર ઓપરેશન બાદ રજા આપી દેવાય હતી