
સુરત ઍરપોર્ટ પરથી પેસેન્જરની બેગમાંથી ૩ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પેસેન્જર સુરતથી ગોવા ઇન્ડિગોની ફલાઇટમાં ગોવામાં રહેતા ટ્રાન્સપોર્ટર મિત્રને ત્યાં ફરવા જતો હતો. ડુમસ પોલીસે પેસેન્જરની સામે આર્મ્સ ઍકટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી.
૧૫મી તારીખે બપોરે સુરત ઍરપોર્ટ પરથી ગોવાની ઇન્ડિગો ફ્લાઇટમાં જવા માટે ટ્રાન્સપોર્ટર સિધ્ધનાથ ઉર્ફે ઉર્ફે નાગેન્દ્ર બેનીપ્રસાદ યાદવઍરપોર્ટ પર આવ્યો હતો. ઍરપોર્ટમાં પેસેન્જરની બેગ સ્કેનરમાંથી પસાર થઈ હતી.આ દરમિયાન સ્ટાફને બેગમાં ૩ ગોળીઓ હોવાનું માલૂમ પડયું હતું. પછી સ્ટાફે બેગ ખોલીને ચેક કરી તો તેમાંથી ૩ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ કારતૂસ બાબતે પોલીસે ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા સિધ્ધનાથ યાદવની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તે વતન યુપી ગયો હતો ત્યારે જીવતા કારતૂસ બેગમાં રહી ગયા છે. બાકી બીજુ કોઈ કારણ નથી. વધુમાં ડુમસ પોલીસે જણાવ્યું કે, આરોપી સિધ્ધનાથ યાદવ પલસાણામાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને ગોવામાં મિત્રને ત્યાં ફરવા જવા માટે નીકળ્યો હતો. ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.