રિંગરોડ મિલેનિયમ માર્કેટના ઍક કાપડ વેપારીઍ રૂ. ૩૪.૧૩ લાખનું જોબ કર્યા બાદ કારખાનેદારને પૈસા ન ચુકવ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે
સરથાણા જકાતનાકા પાસે રાજહંસ સ્વપન્ ઍપાર્ટમેન્ટના ત્રિમૂર્તિ ટાવરમાં રહેતા સુધીરભાઈ હિંમતભાઈ ગલાણી જાબવર્કના ધંધા સાથે સંકળાયેલા છે.ત્રણ વર્ષ પહેલા રીંગરોડ મિલેનિયમ માર્કેટમાં કાપડ દુકાન ધરાવતા અને કતારગામ ગુરુકુળ રોડ શ્રીકુંજ ઍપાર્ટમેન્ટમા રહેતા યશસ બિપીન મિયાણી નામના વેપારીઍ તેમનો સંપર્ક કર્યો હતો. માર્કેટમાં રાધો કિષ્ના ફેશનથી મિલેનિયમ માર્કેટમાં ધંધે કરૂ છું.અને મારું કામ કાજ મોટા પાયે છે.મારી સાથે ધંધો કરશો તો ધંધાકીય લાભ મળશે તેવી લોભામણી વાતો કરી સુધીરભાઈને પોતાની વાતો ફસાવી લીધા હતા.યશે શરૂઆતમાં જાબવર્ક કરાવી સમયસર પૈસા ચુકવી સુધીરભાઈનો વિશ્વાસ કેળવ્યો હતો.ત્યારબાદ તારીખ ૧૫ -૧૨- ૨૦૧૯ થી ૨૫ -૨-૨૦૨૦ દરમ્યાન સુધીરભાઈ પાસે યશે લહેગા અને ચણીયા ચોળી પર જાબવર્કનું કામ કરાવ્યુ હતુ. સુધીરભાઈઍ કામ કર્યા બાદ સમયસર માલ આપી દીધો હતો .તેની સાથે મજુરીના રૂ.૩૪.૧૩ લાખનું બિલ પણ આપ્યો હતો.પરંતુ વેપારી યશે ધારાધોરણ મુજબ પૈસા ન ચૂકવતાં સુધીરભાઈઍ ઉઘરાણી શરૂ કરી હતી.પરંતુ યશે પૈસા આપવાના બદલે સુધીરભાઈને હવે પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આજ દિન સુધી પૈસા ન આપતા સુધીરભાઈઍ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.