શહેરમાં કાયદો અને વ્યવસ્થા રોજેરોજ કથળતી જાય છે. ત્યારે યુવતી-મહિલાઓની છેડતીના બનાવો પણ વધી રહયા છે. મંગળવારે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસ્તાન પાસેથી મોપેડ પર પસાર થતી યુવતીને બદમાશે જાહેરમાં ફિલ્મી ઢબે હાથ પકડીને અડપલાં કરીને છેડતી કરી હતી.ત્યારે બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે મોડીફાઈ કરેલી બાઈકની રેલી અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટરથી નીકળી હતી. આ પ્રસંગે શહેરના મેયર, ધારાસભ્યો અને શહેર પોલીસ કમિશનરે રેલીને પ્રસ્થાન કરાવતા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
મૂળ મહારાષ્ટ્રની વતની ૨૪ વર્ષિય દિપાલી હાલમાં ભેસ્તાન વિસ્તારમાં તેની બહેનપણી સાથે રહે છે. દિપાલી સચીન વિસ્તારમાં ઍક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.દિપાલી નોકરી પુરી કરીને મોપેડ પર ઘરે આવતી હતી. ભેસ્તાન ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે બાઇક પર ઍક અજાણ્યો આવ્યો હતો. તેણે દિપાલીને આંતરીને તેનો હાથ પકડ્યો હતો. દિપાલી કંઈ સમજી શકી ન હતી. ત્યાર બાદ તેણે દિપાલીના શરીરે હાથ ફેરવતા તે ડઘાઈ ગઈ હતી.તેણીઍ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેઓઍ અજાણ્યા બદમાશને પકડી લીધો હતો. પકડાયેલા ટપોરીનું નામ પીડા શામુ મલિકછે. દિપાલીઍ અજાણ્યા આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસમાં છેડતીની ફરિયાદ આપતા ગુનો દાખલ કર્યો છે.શહેરમાં મહિલાઓની છેડતી અને બળાત્કારના બનાવો વધી રહયાં છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે મોડીફાઈ કરેલી બાઈકની રેલી અઠવાલાઇન્સ પોલીસ હેડ કવાર્ટરથી નીકળી હતી. આ પ્રસંગે શહેરના મેયર, ધારાસભ્યો અને શહેર પોલીસ કમિશનરે રેલીને પ્રસ્થાન કરાવતા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.