વરાછાની ધોરણ ૯ની વિદ્યાર્થિનીને પડોશમાં રહેતા યુવકે લલચાવી- ફોસલાવી કામરેજ મિત્રના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. કાપોદ્રા પોલીસે આરોપીની અટક કરી હતી.
મળતી વિગતો પ્રમાણે વરાછા હીરાબાગ ખાતે આવેલી સોસાયટીમાં રહેતી મૂળ ભાવનગરની વતની ૧૩ વર્ષીય પ્રિયાકા ધોરણ ૯માં અભ્યાસ કરે છે. પિતા હીરાના કારખાનેદાર છે. ગત તા. ૨૧મીઍ બપોરે પ્રિયા સ્કૂલેથી ઘરે પરત ફર્યા બાજ ઝેરોક્ષ કઢાવવા બહાર ગઇ હતી. જોકે, મોડે સુધી પ્રિયા ઘરે પરત નહિ ફરતા પરિવારજનોઍ શોધખોળ આદરી હતી. આખરે પરિવારજનોઍ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન તા. ૨૨મીઍ પ્રિયા મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રિયાને નજીકમાં રહેતો મહેન્દ્ર રાઠોડ નામનો ૨૦ વર્ષીય યુવક લલચાવી- ફોસલાવી ઉપાડી ગયો હતો. તે કામરેજના મિત્રના ઘરે પ્રિયાને લઇ ગયો હતો અને અહીં કુકર્મ આચર્યુ હતું. બાદમાં મહેન્દ્ર જ પ્રિયાને લઇ વરાછા પરત ફર્યો હતો.કાપોદ્રા પોલીસે પ્રિયાનું તબીબી પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરવા સાથે આરોપી મહેન્દ્રની અટકાયત કરી હતી. પોલીસે બળાત્કાર અને પોક્સોની કલમનો ઉમેરા કરવા પણ કવાયત હાથ ધરી છે.