રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૧મી માર્ચથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરત સહિત રાજ્યમાં ખેલ મહાકુંભની ૩૩ રમતો રમાડવામાં આવશે. સુરત શહેરનાં વિવિધ ૯ ઝોનોમાં ખેલ મહાકુંભïનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવી રહયાં છે. રાંદેર ઝોનના ઍલપી સવાણી રોડ પર આવેલા ઍલઍચ બોગરા શિશુ વિહાર શાળાના ગ્રાઉન્ડ પર ચોથા દિવસે કબડ્ડી, રસ્સા ખેંચની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૪ જેટલી સ્કૂલોનાં વિદ્યાર્થીઓઍ ભાગ લીધો છે. આ ખેલ મહાકુંભ તા. ૨૬મી માર્ચ સુધી ચાલશે.