
પાંડેસરા ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રિયલ ઍસ્ટેટમાં ઍક કંપનીના જાહેરાતનો બોર્ડ લગાવવાની કામગીરી બે યુવાનો કરી રહ્નાં હતાં, ત્યારે જીઈબીનાં જીવંત તારને બોર્ડ અડી જતાં બંને યુવકોને કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતાં. આ ઘટનાને લઈ આજુબાજુનાં કામદારો દોડી આવ્યા હતાં, પરંતુ ઍક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પાંડેસરા ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રિયલ ઍસ્ટેટમાં ગુરૂવારે સવારે ઓમ સત્યા ડિલીવરિંગ ઍક્સીલેન્સ નામની કંપનીની જાહેરાત માટેનું બોર્ડ લગાવવાની કામગીરી ચાલી રહી હતી. બે યુવાનો બોર્ડ લગાડવા માટે કામ કરી રહ્ના હતાં, ત્યારે બોર્ડ નજીકથી પસાર થતાં જીઈબીનાં જીવંત તારને બોર્ડ અડી જતાં બંને યુવકોને જારદાર કરંટ લાગતા તેઓ જમીન પર પટકાયા હતાં. પરિણામે ઍક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ આજુબાજુનાં કામદારો સહિત લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં. તત્કાળ ૧૦૮ ઍમ્બ્યુલન્સને અન્ય ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ પણ દોડી આવી હતી. હાલ પોલીસે મૃતદેહનો કબજા લઈ સિવિલમાં પીઍમ અર્થે મોકલી દીધી છે. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.