![](https://suratchannel.in/wp-content/uploads/2022/03/2019-05-18-1024x576.jpg)
સુરતના અડાજણ વિસ્તારના સ્વામીનારાયણ મંદિરના રસોઇયાઍ ફેસબુક પરથી રૂ. ૨૫ હજારની બાઇક ખરીદવા જતા રૂ. રૂ. ૯૧,૪૮૧ ગુમાવતા અડાજણ પોલીસમાં છેતરપિંડી ફરીયાદ નોંધાવી હતી.
અડાજણ, લાલજી નગરની સામે ઍસઍમસી ક્વોટર્સમાં રહેતો ૨૫ વર્ષીય શૈલેષ સતીષ રાઠવા અડાજણના બી.ઍ.પી.ઍસ સ્વામીનારાયણ મંદિરમાં રસોઈયા તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શૈલેષે ફેસબુક પર સ્પેલન્ડર બાઇક નં. જીજે-૫ ઇટી-૬૫૯૯ વેચવાની જાહેરાત જોઇ તેમાં જણાવેલા મોબાઇલ નંબર પર કોલ કર્યો હતો. સુરેશ નામના વ્યક્તિઍ કોલ રિસીવ કરી રૂ. ૨૫ હજારમાં શૈલેષે સાથે બાઇકનો સોદો કરી આધારકાર્ડ વ્હોટ્સઍપ મંગાવ્યો હતો. ત્યાર બાદ ટ્રાન્સપોર્ટેશન અને આરટીઓ રજીસ્ટ્રેશન ચાર્જ પેટે રૂ. ૯૧,૪૮૧ તેણે જણાવેલા ઍચડીઍફસી બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાઇકના રૂ. ૨૫ હજાર સિવાય બાકીની રકમ બીજા દિવસે બાઇકની ડિલીવરી થયા બાદ પરત તમારા ખાતામાં ટ્રાન્સફર થઇ જશે ઍમ કહ્નાં હતું. પરંતુ બીજા દિવસે બાઇકની ડિલીવરી નહીં મળતા શૈલેષે પુનઃ ફોન કરતા વધુ રૂ. ૪૦ હજાર ટ્રાન્સફર કરવાનું કહેતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા અડાજણ પોલીસમાં અરજી કરી હતી. પોલીસે અરજીના આધારે ગુનો નોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.